રાજકોટ શહેરમાં પાણીના ટાંકામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં પાણીના ટાંકામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના મોતને કારણે દીકરી અને દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મહિલાના મોતને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીના એક મકાનમાં આવેલા પાણીના ટાંકામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાનું નામ ચંદ્રિકાબેન ટપુરીયા છે. જેઓ મૃત હાલતમાં પાણીના ટાંકામાંથી મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસ પાણીમાં ડૂબી જવાથી મહિલાનું મોત થયું છે કે પછી આત્મહત્યા કરી છે તે અંગે તપાસ શરૂ કરી છે.













