રંગીલા રાજકોટમાં તાજેતરમાં સામે આવેલા નકલી દવાના કૌભાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. નકલી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાને બદલે આ મામલાને થાળે પાડવા અથવા ડામી દેવાનો પ્રયાસ કરનારા રાજકોટ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે. હેડ ઓફિસથી લઈને ફિલ્ડ સુધીના અધિકારીઓ પર ગાજ પડતા ફફડાટ વ્યાપી ગયો છે.


કયા અધિકારીઓની ક્યાં બદલી થઈ?

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર,

  • એમ.જી. ગાંગાણી: રાજકોટથી જામનગર બદલી
  • ટી.એમ. મહેતા: અમદાવાદ (વિભાગ-1) ખાતે બદલી
  • પી.બી. બલ્લર: દેવભૂમિ દ્વારકા ખાતે મોકલાયા
  • વી.જી. કગથરા: ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે

તપાસ દબાવવાનો આક્ષેપ

રાજકોટમાં દવાનો કારોબાર મહિને 100 કરોડથી વધુનો હોવાનું માનવામાં આવે છે. આટલા મોટા આર્થિક સામ્રાજ્ય વચ્ચે નકલી દવાઓ વેચવાનું રેકેટ પકડાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવાને બદલે તપાસને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને સદભાવના મેડિકલમાંથી મળી આવેલી શંકાસ્પદ દવાઓના મામલે હવે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયથી ભ્રષ્ટ અધિકારીઓ અને નકલી દવાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવા અધિકારીઓની નિમણૂક બાદ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓના નામ બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો - Rajkot News: એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાયા


  • Follow us on: