સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ પૂર્વ વિસ્તારમાં આવેલા કુડસદ ગામના રણછોડ નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર પ્રસાદ આપવા જેવી નજીવી બાબતે સોસાયટીના રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થઈ હતી. આ સમગ્ર હિંસક ઘટનાના દ્રશ્યો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
બાળકીને ઉલટી થતા શરૂ થઈ બબાલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, રણછોડ નગરમાં એક પરિવાર દ્વારા પડોશમાં રહેતી નાની બાળકીને પ્રસાદ આપવામાં આવ્યો હતો. પ્રસાદ ખાધા બાદ બાળકીના ગળામાં પ્રસાદનો દાણો ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ઉલટી થઈ હતી. બાળકીને ઉલટી થતા તેના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને "બાળકીને શું ખવડાવ્યું છે?" તેમ કહી પડોશી સાથે ઝઘડો શરૂ કર્યો હતો.













