સુરતમાં બેફામ ટ્રક ચાલકે મહિલાનો ભોગ લીધો છે અને ટ્રક ચાલકે મોપેડને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો છે, અકસ્માતમાં 72 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થયો છે.


સુરતમાં ટ્રક ચાલકે મોપેડને અડફેટે લેતા એકનું મોત

સુરતના લસકાણામાં ટ્રકે અકસ્માત સર્જયો છે અને 3 લોકોને ઉડાવ્યા છે જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે, તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, 72 વર્ષીય સરોજબેન પટેલનું અકસ્માતમાં મોત થયું છે, મહિલાના ભાઈ અને તેના પૌત્રને સામાન્ય ઇજા પહોંચી છે અને અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે, લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે

તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, સાથે સાથે મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં પોલીસે રસ્તા પરનો ટ્રાફિક દૂર કર્યો છે અને તપાસ શરૂ કરી છે, તો ટ્રકનો ચાલક સ્પીડમાં આવતો હોવાની વાત સામે આવી છે.


Railway News : મહેસાણા–જગુદણ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ


 

  • Follow us on: