સુરત જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધવાને કારણે એવું લાગી રહ્યું છે કે, ડાયમંડ સિટી હવે ક્રાઈમ સિટી બની રહ્યું છે. આવામાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સચિન વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઝા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકની અજાણ્યા લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરના સચિન વિસ્તારમાં એક યુવકની હત્યા અજાણ્યા લોકો દ્વારા કરી દેવામાં આવી છે. સચિન વિસ્તારમાં સુરજ નામના યુવકની અજાણ્યા લોકો દ્વારા ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં સુરજનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સુરજની હત્યા કેમ થઈ એ અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ મામલે સચિન પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













