સુરત શહેરમાં માનવતાને શર્મસાર કરતી અને સંબંધોને કલંકિત કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં પતિએ જ પોતાના મિત્રો સાથે મળીને પત્ની પર ગેંગરેપ આચર્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નીને સુરક્ષા આપવાને બદલે પાષણ બનેલા પતિએ જ પોતાના ત્રણ મિત્રો સાથે મળીને પરિણિતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનાને પગલે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
દારૂની મહેફિલ બાદ આચર્યું કુકર્મ
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર પરિણિતાએ આરોપી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગત રાત્રે પતિએ પોતાના મિત્રો સાથે ઘરે જ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. દારૂના નશામાં ચૂર પતિએ પોતાની પત્નીને મિત્રોની હવસનો શિકાર બનવા મજબૂર કરી હતી. પતિ અને તેના ત્રણ મિત્રોએ મળીને આખી રાત પરિણિતા પર ગેંગરેપ આચર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.













