સુરતના પાલ વિસ્તારમાં પારિવારિક કંકાસની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં પત્ની અને સાસરી પક્ષ દ્વારા કરવામાં આવતી નાણાની અવારનવારની માંગણીથી કંટાળીને 53 વર્ષીય આધેડે પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝેલા આધેડનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.
28 વર્ષથી સાસરીમાં રહેતા હતા આધેડ
ઘટનાની મળતી માહિતી મુજબ, મૃતક સંતોષભાઈ (ઉં.વ. 53) છેલ્લા 28 વર્ષથી પોતાની પત્નીના ઘરે એટલે કે સાસરીમાં જ રહેતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમની પત્ની અને પત્નીના ઘરના સભ્યો દ્વારા તેમની પાસે અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આ નાણાકીય માથાકૂટને કારણે ઘરમાં સતત ક્લેશ અને ઝઘડાનું વાતાવરણ રહેતું હતું.













