સુરત જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. માંગરોળ તાલુકાના વાલેસા ગામના પાટિયા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ઉભેલા એક હાઇવા ડમ્પરની પાછળ પૂરપાટ ઝડપે આવતી બાઇક અથડાતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, મુંબઈ-અમદાવાદ હાઇવે પર વાલેસા ગામના પાટિયા પાસે એક હાઇવા ડમ્પર માર્ગની સાઈડમાં ઉભું હતું. આ દરમિયાન પાછળથી આવતા બાઇક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા ઉભેલું ડમ્પર ન દેખાતા તે સીધો જ ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકચાલકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો.













