ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બાતમીના આધારે ટ્રેનમાં રેડ
સુરત રેલવે પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક શખ્સો નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ટ્રેન પ્લેટફોર્મ પર આવતા જ તપાસ હાથ ધરી હતી. ટ્રેનના કોચ નંબર S/4 માં શંકાસ્પદ જણાતા ત્રણ મુસાફરોની ઝડતી લેતા તેમની પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.













