સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં શાળાએથી ઘરે પરત ફરી રહેલી 16 વર્ષની સગીરાની છેડતી કરવામાં આવી હતી. જોકે, આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ નરાધમ રત્નકલાકારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વિદ્યાર્થિની પોતાની શાળાએથી અભ્યાસ પૂર્ણ કરી પગપાળા ઘરે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં સંદીપ ગોટી નામના શખ્સે તેની એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી હતી. આ ઘટનાથી ડરી ગયેલી સગીરાએ ઘરે પહોંચીને તુરંત જ પોતાના પરિવારના સભ્યોને આપવીતી જણાવી હતી.

પોલીસની મેરેથોન તપાસ અને ધરપકડ

દીકરી સાથે બનેલી ઘટનાની ગંભીરતા સમજી માતાએ તાત્કાલિક ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી સંદીપ ગોટી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીને ઝડપી લેવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી.

પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ રત્નકલાકાર સંદીપ ગોટીને દબોચી લીધો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે કે, આરોપીએ અગાઉ પણ કોઈ આવી હરકત કરી છે કે કેમ.


આ પણ વાંચો - Surat: વરાછામાં વર્ષોથી કામ કરતા મહિલા કર્મીઓને નવા કોન્ટ્રાક્ટરે નોકરીમાંથી કાઢ્યા, ન્યાય માટે આક્રમક વિરોધ


  • Follow us on: