વેડ રોડ પર પંડોળના વિવર પાસેથી ૫૯.૫૮ લાખનું કાપડ ખરીદી પેમેન્ટ આપ્યા વિના ભાગી છૂટેલાં આઠ પૈકી બે વર્ષથી વોન્ટેડ વેપારીની ચોક બજાર પોલીસે રાજસ્થાનના શાહપુરથી ધરપકડ કરી હતી.
આરોપી બે વર્ષથી રાજસ્થાન રહેતો હતો
ચોકબજાર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રોશન ટેક્ષ્ટાઈલનાં ઇરફાનહુસૈન ઈબ્રા ઈબ્રાહિમ ઘડિયાળીએ આ મામલે ૧૪-૧૦-૨૩એ ચોકબજાર પોલીસ મથકે દલાલ મનીષ જરીવાલા તથા વેપારી સહિત આઠ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ કારખાનેદાર પાસેથી કાપડ ખરીદી નાણાં ચૂકવ્યા વિના જ દલાલ અને વેપારીઓ ભાગી છૂટ્યા હતા. જેમાં આરોપી તરીકે મૂળ રાજસ્થાનના બિકાનેર જિલ્લાનાં શિન્તલગામના વતની અને પૂણાગામ નેચરવેલીમાં રહી શ્રી રાધે ફેશનના નામે દુકાન ધરાવતાં ધનશ્યામ સીતારામ સેવાગ બે વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યા હતા.













