સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાન થવાની ભીતિને પગલે ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી હતી. મૂલ્યાંકન બાદ સલામતીના કારણોસર આ વિમાનને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે નિર્ધારિત ઉડ્ડયનમાં મોટો વિલંબ થયો હતો.
મુસાફરોની ભારે હાલાકી
આ ફ્લાઇટમાં બેંગકોક જવા માટે કુલ 133 મુસાફરો સવાર હતા. પ્લેન ગ્રાઉન્ડેડ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા અને અંદાજે 12 કલાક સુધી રઝળપાટ કરવો પડ્યો હતો. એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે તાત્કાલિક અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.













