આ કેસની વિગત મુજબ લિંબાયતની એક સ્કૂલમાં અભ્યાસ કરતા બે બાળકો રાત્રીના સમયે પોતના ઘરે રમતા હતા. ત્યારે પાડોશમાં રહેતો મહેન્દ્ર અશોકભાઈ શાહ (ઉ.વ.૫૨)એ એકલતાનો લાભલઈને સગીરાને કેરેટ ઉપર બેસાડીને તેણીની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ગભરાયેલી આ સગીરાએ તાત્કાલીક પોતાના ઘરે જઈને માતાને સમગ્ર હકીકત કહેતા તેઓ ચોંકી ઉઠયા હતા.
નારીઓની પૂજા અને સત્કાર થાય છે ત્યાં સદા ભગવાનની કૃપા રહે છે
બનાવ અંગે પરિવારની સાથે વાત કરીને મહેન્દ્રની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને મહેન્દ્રની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી, જ્યારે ભોગનનારી સગીરા તરફે એડવોકેટ મનોજ પવાર દ્વારા દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સંસ્કૃતના એક શ્લોકને ટાંકીને ચૂકાદો આપ્યો હતો કે, જ્યાં નારીઓની પૂજા અને સત્કાર થાય છે ત્યાં સદા ભગવાનની કૃપા રહે છે.













