મૂળ જમીન માલિક સાથેનો સોદો રદ થઈ ગયો હોવા છતાં પિતા-પુત્રને અંધારામાં રાખી સેઘાણી કાકા-ભત્રીજા સહિત ત્રણ જણાએ કરોડો રૂપિયાની રોકડ અને અનેક મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી. મળતી વિગતો પ્રમાણે અડાજણમાં ગુજરાત ગેસ સર્કલ પાસે વાડીયાનગરમાં રહેતા હિમાલય જયંતકુમાર કળથીયા (૨૮) જમીન દલાલ છે. જીતેન્દ્ર કરસનભાઈ સેંઘાણી ઉધના મગદલ્લા રોડ ઓલિવ સર્કલ પાસે લીવીંગ સ્ટાઇલ ફર્નિચરના નામે શોરૂમ ધરાવે છે.


કોસાડ ગામની જમીન વેચાણ મામલે શોરૂમમાં મીટિંગ મળી હતી

આ શોરૂમમાં જમીન લે-વેચનો બિઝનેસ પણ કરે છે. વર્ષ ૨૦૨૪માં જીગ્નેશ, તેનો ભત્રીજો વિશાલ સેંઘાણી અને અશોકભાઈ લવજીભાઈ ગોયાણીએ કોસાડ ગામની જમીન વેચાણ મામલે શોરૂમમાં મીટિંગ મળી હતી. આ જમીન તેઓએ ખેડૂત જયંતિ આહિર પાસેથી ખરીદી હોવાનું જણાવી કળથીયાને ભરોસામાં લીધા હતા. જૂની શરતમાં જમીન ફેરવીને ટાઇટલ ક્લીયર કરાવી વેચાણ દસ્તાવેજ કરી આપવાની પણ તેઓએ જવાબદારી લીધી હતી.

જમીનનો સોદો રૂ.14 કરોડમાં નક્કી થયો હતો

સોદા પેટે 5 કરોડ રોકડા અને બાકીના ચેકથી કે મિલકતો આપવાનું નક્કી થયું હતુ. કળથીયાએ ટૂકડે-ટૂકડે રોકડા ચૂકવ્યા હતા. આ ઉપરાંત, નક્કી થયા અનુસાર કળથિયાએ પોતાની માલિકીના વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે, હેત્વી એવન્યુ, ડીંડોલીની ૧૦ દુકાનો, ૪ પેન્ટ હાઉસ અને ફ્લેટો વિગેરે મળી કુલ ૯.૮૬ કરોડની મિલકતો અન્ય વ્યક્તિઓના નામે કરી આપી હતી. રોકડ અને મિલકત મળીને કુલ રૂા.૧૦.૮૭ કરોડ ચૂકવાયા હતા. જોકે, જમીનના ટાઈટલ ક્લિયર કરવામાં વિલંબ થયો હતો. બીજી તરફ તેઓ વધુ નાણાં માંગતા હતા. કળથિયાએ મૂળ જમીન માલિક જયંતિ આહિરનો સંપર્ક સાધ્યો ત્યારે એવો ખુલાસો થયો હતો કે, આરોપીઓએ જમીન માલિકને નાણાં ન ચૂકવ્યા હોવાથી માલિકે આ સોદો યારનોય રદ કરી નાખ્યો હતો.


આ પણ વાંચો : Rajkot News : મારા પુત્રનું ધ્યાન રાખજો, વ્યાજખોરેએ મારૂ પડાવી લીધુ છે બધુ, સ્યુસાઈડ નોટ લઈ આધેડે કર્યો આપઘાત


  • Follow us on: