સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રી ઝોનમાં GST વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. GST ચોરી પકડવાના હેતુસર વિભાગ દ્વારા એક સાથે 15થી વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
GST વિભાગની ટીમોના અચાનક દરોડા
ઉધના–મગદલ્લા રોડ પર આવેલી વિવિધ ઇન્ડસ્ટ્રીઓમાં GST વિભાગની ટીમોએ અચાનક દરોડા પાડતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી.













