જેના આધારે પાલિકા તેમની સામે કાર્યવાહી કરશે. પાલિકાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળની વ્યાપક ફરિયાદો બાદ ફૂડ વિભાગે તપાસ અભિયાન હાથ ધયું છે. જેના અંતર્ગત અલગ-અલગ વિસ્તારોમાંથી ખાણી-પીણીની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવી તપાસ કરવામાં આવી રહી છે.
બે દિવસ પહેલા નીરાના સેમ્પલ ફેઇલ જાહેર થયા હતા
ત્યારબાદ પાલિકાએ લીધેલા વધુ વરાછા રોડ પર સરદાર સ્મૃતિ ભવન સામે આવેલી ગોપાલ ટ્રેડર્સમાંથી લેવાયેલો ઘીનો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયો હતો, જ્યારે ભટાર વિસ્તારમાં શ્રીજી થી પાર્લરથી લેવાયેલો ઘીનો સેમ્પલ અનસેફ જાહેર થયો હતો. તેમાં ટ્રાન્સ-ફેટનું પ્રમાણ વધારે નોંધાયું હતું. તે સિવાય સીમાડાના વાલમનગર ખાતે ગુરુકૃપા ટ્રેડિંગમાંથી લેવાયેલો માવાનો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હતો. તેમની સામે કાર્યવાહી માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત બુધવારે અહીંથી ૮૯ કિલો શંકાસ્પદ માવો જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા છેલ્લા પંદર દિવસમાં લેવાયેલા નમૂનાઓ પૈકી ૧૦ સબસ્ટાન્ડર્ડ અને એક અનસેફ જાહેર કરાયા છે.













