સુરતમાં વૃદ્ધો સાથે કળા કરી ચેનની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે, સુરતના વેસુ નંદિની-1માં કથામાં ભીડનો લાભ લઈ 7 વૃદ્ધાની ચેન ચોરી કરી હતી અને સુરત ક્રાઈમબ્રાન્ચે ત્રણ મહિલાઓને ઝડપી પાડી છે, વૃદ્ધો ચા-નાસ્તાના સ્ટોલ પર ચા પીતા હતા અને ત્યારે ચોર ટોળકી કળા કરી ગઈ હતી અને હાલ પોલીસે ત્રણ મહિલાઓની વધુ પૂછપરછ કરાઈ રહી છે.
20 ડિસેમ્બર 2025ના રોજ સુરત ક્રાઈમબ્રાન્ચે જલગાંવના મિસિંગ વિથ મર્ડર કેસના આરોપીઓને ઝડપ્યા
સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ફિલ્ડિંગ ગોઠવીને બે શખ્સોને ઝડપી લીધા છે. જેમાં ભુષણ બાડુ પાટીલ અને દિનેશ આનંદ ચૌધરીનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ જલગાંવમાં હત્યાની ઘટનાને અંજામ આપીને સુરતમાં આશરો લેવા માટે આવ્યા હતા, પરંતુ સુરત પોલીસની સતર્કતાએ તેમને વધુ સમય ફરાર રહેવા દીધા ન હતા.













