તે ઉપરાંત 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો હતો. આરોપી નકલી સીબીઆઇ અધિકારી, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને જીવતા સળગાવવાના પ્રયાસ જેવા કડક કાયદા હેઠળના ગુનાઓ સાથે 20 વર્ષથી વધુ પોલીસને ચકમા આપી રહ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતા કુખ્યાત રહેમાન ડકેત સુરતમાંથી ઝડપાયો છે

જે 'ઈરાની ડેરા' તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તે સુરતમાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જે મળેલ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી આરોપી આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસમત અલી ઈરાનીને સુરતમાં કોઈ ગુનો આચરે તે પહેલાં જ દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલવા માંડ્યા છે. તે ભોપાલમાં 'રહેમાન ડકેત'ના નામથી પ્રખ્યાત છે. આરોપી છેલ્લાં 13 થી 14 વર્ષથી અમન નગર સોસાયટીમાં રહે છે. તે અલગ-અલગ છ ગેંગનો સૂત્રધાર અને ગેંગ લીડર છે. તે અને તેનો ભાઈ ઝાકીર અલી અત્યંત વૈભવી જીવન જીવે છે અને આર્થિક રીતે ખૂબ સધ્ધર છે.

આ ગેંગના સભ્યો નકલી સીબીઆઈ ઓફિસર બનીને લોકોને છેતરતો હતો

તેઓ મોંઘી લક્ઝરી કાર અને બાઈક, ઘોડા રાખવાના શોખીન છે. આ ગેંગના સભ્યો નકલી સીબીઆઈ ઓફિસર બનીને અથવા ધાર્મિક સાધુનો વેશ ધારણ કરીને લોકોને છેતરવાનું અને લૂંટવાનું કામ કરે છે. દરેક ગેંગમાં ત્રણથી ચાર લોકો ગુનાને અંજામ આપે છે અને અન્ય ત્રણથી ચાર લોકો લૂંટનો મુદ્દામાલ સગેવગે કરી દે છે. જેથી જો ગેંગનો કોઈ વ્યક્તિ પકડાય તો પણ પોલીસના હાથે મુદ્દામાલ ન લાગે. જ્યારે પોલીસ આ આરોપીઓને પકડવા જાય છે. ત્યારે તેઓ પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હોય છે.

ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ બનાવીને પોલીસ સામે ઊભા કરી દેતો

રાજુ ઈરાની અત્યાર સુધીમાં 10થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને હાલમાં 6થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી રાજુ ઈરાની તેની ગેંગના સભ્યો માટે એક કોર્પોરેટ લીડરની જેમ કામ કરતો હતો. જો ગેંગનો કોઈ સભ્ય પકડાય, તો તેના જામીન કરાવવા, વકીલ રોકવો અને તેના પરિવારના ભરણપોષણની જવાબદારી રાજુ ઉપાડતો હતો. બદલામાં તે દરેક લૂંટમાં મોટો હિસ્સો મેળવતો હતો. આ સંગઠિત માળખાને કારણે તેની ગેંગ વર્ષો સુધી પોલીસથી બચી શકી હતી. તે ઉપરાંત રાજયભરની પોલીસ ઇરાની ડેરામાં તપાસ કે દરોડા. માટે જાય ત્યારે આ ગેંગની સ્ટાન્ડર્ડ મોડસ ઓપરેન્ડી પથ્થરમારાની હતી. તેઓ ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ બનાવીને પોલીસ સામે ઊભા કરી દેતો હતો.

આ ધમાલ દરમિયાન મુખ્ય ગુનેગાર પાછળના ગુપ્ત રસ્તેથી ભાગી જતો હતો

ડિસેમ્બર 2025માં ભોપાલ પોલીસે 150 જવાનો સાથે દરોડા પાડ્યા ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે પોલીસે 34 પુરુષ અને 10 મહીલાની અટકાયત કરી હતી. જેમાં ખાસ જો કોઈ વ્યક્તિ કે તેના સાગરિત પોલીસને તેમની જાણકારી આપે તો રહેમાન ડકેત તેને ગંભીર નુકસાન પહોંચાડતા હતા. આવી જ એક ઘટનામાં બાતમી આપનાર સાબીરઅલી ઉર્ફે ભુરા ઈરાનીને તેના જ ઘરમાં પૂરીને આ ગેંગે આખું ઘર સળગાવી દીધું હતું. જે ગુનામાં તે નાસતો-ફરતો હતો. આરોપી ભોપાલનો ઇરાની ડેરા વર્ષોથી પોલીસ માટે પડકારરૂપ રહ્યો છે. રાજુ ઈરાની આ ડેરાનો "સેફ હેવન" ગણાતો હતો. ભોપાલથી જ આખા ભારતનું નેટવર્ક ઓપરેટ થતું હતું. રાજુ અહીં બેસીને ટીમો નક્કી કરતો કે કઈ ગેંગ દક્ષિણ ભારતમાં જશે અને કઈ પશ્ચિમમાં જશે. તે ગેંગના સભ્યોને હિન્દીમાં પોલીસ જેવો પ્રભાવ કેવી રીતે પાડવો તેની ટ્રેનિંગ પણ આપતો હતો.


આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ, સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો દ્વારા આજે MOU કરાશે


  • Follow us on: