સુરત શહેરના કતારગામ ઝોનમાં સુમન સ્કૂલના નવા બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. શાળાનું બાંધકામનું સ્થળ અચાનક બદલાયું છે અને મજૂરી તથા વર્ક ઓર્ડર વિના નવું બાંધકામ શરૂ કરાયું,હોવાનો આરોપ લગાવાયો છે.


ઉદ્યોગપતિના દબાણથી શાળાનું સ્થળ બદલાયું હોવાની ચર્ચા

ઉદ્યોગપતિના દબાણથી શાળાનું સ્થળ બદલાયું હોવાની ચર્ચા વધતા વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. સુમન સ્કૂલનું બાંધકામ વોર્ડ નંબર 7માંથી 8માં લઈ જવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

ભાજપના બે કોર્પોરેટરો પણ આમને સામને

વિષયને લઈને ભાજપના બે કોર્પોરેટરો પણ આમને સામને આવ્યા છે. સ્થાનિક MLA વિનુ મોરડિયાએ પ્રશ્નનો યોગ્ય જવાબ ન આપ્યો, જ્યારે મીડિયા સમક્ષ તેમણે આ મુદ્દે ના બોલાય તેમ જણાવ્યું હતું.

SMC કમિશનર અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશ

સ્થાનિક નેતા નરેન્દ્ર પાંડવે જણાવ્યું કે, “SMC કમિશનર અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશ. ક્યાંકને ક્યાંક રાજનીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગરીબ બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે.”


આ પણ વાંચો-----   Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

  • Follow us on: