સુરત DRI મહિલાને લઇ વિદેશ મંત્રાલયને જાણ કરશે અને મહિલા પાસેથી જે ડ્રગ્સ મળ્યુ તે સૌથી ઘાતક હોવાનું ખુલ્યું છે, 2.30 કરોડના મેથામ્ફેટામાઇન-કોકેઇન ઝડપાયુ હતું. ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં DRI ની સુરત ટીમને મોટી સફળતા મળી છે. સુરત રેલ્વે સ્ટેશન પરથી એક વિદેશી મહિલાને કરોડોની કિંમતના માદક પદાર્થો સાથે ઝડપી પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.


નાઇઝેરિયન મહિલા જે ડ્રગ્સ સાથે પકડાઈ તે સૌથી ઘાતક

DRIએ ટ્રેનમાં બેસેલી મહિલાને 2.30 કરોડના મેથામ્ફેટામાઇન અને કોકેઇન સાથે ઝડપતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની આશંકા સેવાઈ રહી છે અને ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ફરીદાબાદથી મુંબઈ જઈ રહેલી નાઇઝેરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી છે, 50 લાખની કિંમતનું 50 ગ્રામ કોકેઈન અને 900 ગ્રામ મેથામ્ફેટામાઇન મળી કુલ 2.30 કરોડની કિંમતનું ડ્રગ્સ મળ્યું હતું. કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહી હોય તેવી પ્રબળ શક્યતાઓ છે.

નાઇઝેરિયન મહિલાની ધરપકડ કર્યા બાદ તેની જાણકારી વિદેશ મંત્રાલયને કરવામાં આવશે

DRI ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, મુંબઈથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ મેઈલ ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેન જ્યારે સુરત સ્ટેશન પર પહોંચી ત્યારે તેના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરી રહેલી વિદેશી મહિલા અગફેડો ઓસાટાહેવમેન જોયને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.


આ પણ વાંચો : Surat News : સુરતમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમે કરી ધરપકડ


 

  • Follow us on: