સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં તસ્કરોના આતંકમાં વધારો થયો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.


સોવરીન બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરોએ એક મકાનમાં ચોરી

કામરેજ સ્થિત ખોલડવ ગામના સોવરીન બંગ્લોઝ સોસાયટીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ચોરીની ઘટના અંજામ આપી હતી. ચોરો ઘરમાંથી સોનાના કિંમતી ઘરેણાં તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

 અન્ય બે મકાનોમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્કરોએ રાત્રિના સમયે સુનિયોજિત રીતે ઘરમાં પ્રવેશ કરી આ ચોરીને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, તસ્કરોએ સોસાયટીના અન્ય બે મકાનોમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પોતાના મનસૂબામાં નિષ્ફળ રહ્યા હતા.

CCTV કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોની તપાસ

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સોસાયટીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઈ સ્થાનિક રહીશોમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા વહેલી તકે તસ્કરોને ઝડપી લેવાની ખાતરી આપવામાં આવી છે.


આ પણ વાંચો----     Weather News : ઠંડીની વચ્ચે IMDની 11 રાજયમાં વરસાદની આગાહી, કેરળમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે

  • Follow us on: