સુરતના ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે રિક્ષામાં જઈ રહેલી એક મહિલાને નિશાન બનાવી રૂપિયા 4.46 લાખના દાગીનાની ચીલઝડપ કરનાર બે રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે. ભેસ્તાન પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોઇન પઠાણ અને ખાલિદ સૈયદ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ શખ્સોએ વહેલી સવારના અંધારાનો લાભ લઈ રિક્ષા સવાર મહિલા પાસેથી દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.


પોલીસની મોટી કાર્યવાહી

ધરપકડ બાદ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ લૂંટના આ દાગીના નંદુરબારમાં વેચી દીધા હતા. પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી લૂંટાયેલું સોનું પણ કબજે કર્યું છે. ભેસ્તાન પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાઈ ગયો છે. હાલ પોલીસ આ આરોપીઓના ભૂતકાળના ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરી રહી છે કે તેઓ અન્ય કોઈ લૂંટ કે ચીલઝડપની ઘટનાઓમાં સામેલ છે કે નહીં.

આ પણ વાંચો : Kutch News : નખત્રાણામાં ક્રિકેટના નામે 'ક્લીન બોલ્ડ', ઠગબાજ પ્રજ્ઞેશ ખેલાડીઓના 7.50 લાખ લઈ ફરાર

  • Follow us on: