સુરત શહેરમાં નશાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે કારણે નશાખોરી ડામવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સૂચના અનુસાર સુરત પોલીસ દ્વારા સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. આવામાં સુરત શહેરમાંથી 5 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. આ ગાંજા સાથે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.


છેલ્લા 3 મહિનાથી આરોપીઓ કરતા હતા ગાંજાનું વેચાણ

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાંથી 5 કિલો ગાંજા સાથે મોહમદ નસીર અને મોહમદ નુરહુસેન નામના બે આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ આરોપીઓ છેલ્લા 3 મહિનાથી આરોપીઓ ગાંજાનું વેચાણ કરતા હતા. તેઓ નેપાળ બોર્ડરથી ગાંજો લાવી સુરતમાં વેચાણ કરતા હતા. પોલીસ દ્વારા કુલ 2.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના પોલીસ દ્વારા 5 કિલો 10 ગ્રામ ગાંજા સાથે મોહમદ નસીર અહેમદ અને મોહમદ નુરહુશેન મોહમદ અહેમદની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે રૂપિયા 2.50 લાખનો ગાંજો, મોબાઈલ, રોકડા રૂપિયા અને સ્કૂટર ગાડી મળી કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Suratના વેસુમાં રફતારનો કહેર: નબીરાઓની રેસમાં નિર્દોષ પરિવાર હોમાયો


  • Follow us on: