સુરત શહેરમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રણ શખ્સોએ ભેગા મળીને એક યુવકને લાકડાના ફટકા વડે બેરહેમીપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં સનાટો વ્યાપી ગયો છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાંદેર વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ કરવા બાબતે મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા ત્રણ હુમલાખોરોએ લાકડાના ફટકા વડે યુવક પર તૂટી પડ્યા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.













