સોશિયલ મીડિયા પર હથિયારો સાથે ફોટા કે વીડિયો મૂકી રુઆબ છાંટતા તત્વો સામે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર એસઓજીએ ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે ફોટો અપલોડ કરનારા એક ઇસમને હથિયાર સાથે ઝડપી લીધો છે. આ મામલે પરવાનેદાર વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


સોશિયલ મીડિયા પર ફોટો મૂકવો ભારે પડ્યો

ઘટનાની મળતી વિગતો અનુસાર, વશરામભાઈ જોગાભાઈ નામના ઇસમે સોશિયલ મીડિયામાં હથિયાર સાથે પ્રદર્શન કરતો ફોટો અપલોડ કર્યો હતો. આ બાબત સુરેન્દ્રનગર એસઓજીના ધ્યાન પર આવતા તુરંત જ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી વશરામભાઈને હથિયાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

હથિયાર માલિક સામે પણ કાર્યવાહી

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ હથિયાર રણછોડભાઈ મોતીભાઈના નામે પરવાનો ધરાવતું હતું. હથિયારના પરવાનાની શરતોનો ભંગ કરી હથિયાર બીજાને આપવા બદલ પોલીસ દ્વારા પરવાનેદાર રણછોડભાઈ વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર એસઓજીની આ કાર્યવાહીથી સોશિયલ મીડિયામાં હથિયારોનું પ્રદર્શન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Surendranagar News: અમરાપરની આંગણવાડીમાં મધ્યાહન ભોજનમાં ગેરરીતિ ઝડપાઈ


  • Follow us on: