સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં આવેલી આંગણવાડીમાં મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગંભીર ગેરરીતિનો પર્દાફાશ થયો છે. ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ બાતમીના આધારે અમરાપર ગામના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-13 (અમરાપર-1) પર આકસ્મિક દરોડો પાડતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
મધ્યાહન ભોજન કેન્દ્ર પર કરી હતી તપાસ
એસડીએમ એચ.ટી. મકવાણાએ જ્યારે પોતે રૂબરૂ તપાસ હાથ ધરી ત્યારે મધ્યાહન ભોજનના રજિસ્ટર, જથ્થા અને ભોજનની ગુણવત્તામાં મોટી ક્ષતિઓ અને ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. બાળકોના પોષણ માટે ફાળવવામાં આવતા ખોરાકમાં બેદરકારી અને અનિયમિતતા જણાતા ઉચ્ચ અધિકારીએ સ્થળ પર જ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન ગેરરીતિ સાબિત થતા જ SDM દ્વારા નીચે મુજબના સ્ટાફને તાત્કાલિક ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે: અનિલ અનદાણી (સંચાલક), મીઠીબેન પીહલા (રસોઈયા).













