સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાની વર્તમાન ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઇ હતી જેમાં 8 કરોડના વિકાસના કાર્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.


કુલ ૩૬ સુધરાઈ સભ્યો હાજર રહ્યા

અંતિમ સામાન્ય સભામાં ધ્રાંગધ્રા નગરપાલિકાના કુલ ૩૬ સુધરાઈ સભ્યો પૈકી ભાજપના ૩૫ અને ૧ કોંગ્રેસ સહિત કુલ ૩૬ સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા.

વર્તમાન ટર્મ આગામી ૨૫ માર્ચના રોજ પૂર્ણ થવાની છે

 નગરપાલિકાની વર્તમાન ટર્મ આગામી ૨૫ માર્ચના રોજ પૂર્ણ થવાની છે તે પહેલા આજે છેલ્લી સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું

વિકાસના કામોને મંજૂરી

સામાન્ય સભામાં મંજુર થયેલ કામોમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળના રોડ, પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઇટ અને ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે આ તમામ કામો શહેરના માળખાકીય સુવિધા અને સુધારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો----    Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો


  • Follow us on: