સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ વડાની સૂચના મુજબ સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) ટીમે કમર કસી છે. આ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં શરીર સંબંધી ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી દૂર ભાગતા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.


બાતમીના આધારે કાર્યવાહી

સુરેન્દ્રનગર SOG ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, શરીર સંબંધી ગુનામાં વોન્ટેડ આરોપી સંજોગભાઈ ઉર્ફે સચીન ચંદુભાઈ ખાખરોડીયા ચોક્કસ સ્થળે છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

એક વર્ષથી પોલીસને આપતો હતો થાપ

ઝડપાયેલો આરોપી સંજોગ ઉર્ફે સચિન છેલ્લા એક વર્ષથી ધરપકડ ટાળવા માટે અલગ-અલગ સ્થળોએ નાસતો ફરતો હતો. તેની સામે શરીર સંબંધી ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેને કારણે પોલીસ તેને શોધી રહી હતી. અંતે સુરેન્દ્રનગર એસઓજીની સતર્કતાને કારણે આ નાસતો ફરતો શખ્સ કાયદાના સકંજામાં આવી ગયો છે.

પોલીસે આરોપીની અટકાયત કરી

આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કામગીરીથી સુરેન્દ્રનગરના રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Surendranagar News: હથિયાર સાથે 'ગજની' સ્ટાઈલમાં રોફ જમાવવો પડ્યો ભારે, SOGએ બે શખ્સોને દબોચ્યા


  • Follow us on: