સુરેન્દ્રનગરમાં આર્થિક સંકડામણને કારણે યુવકે આત્મહત્યા કરી લીધી છે. આ યુવકે દુકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. દેવરાજ, ભરતના નામોનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ જોવા મળ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક યુવકે આર્થિક સંકડામણથી કંટાળીને પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.

આર્થિક ભીંસ બની કારણ

ઘટનાની મળતી મહિતી અનુસાર, મૃતક યુવક છેલ્લા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આ આર્થિક ભીંસને કારણે માનસિક તણાવમાં આવી જઈ યુવકે કરુણ પગલું ભર્યું હતું. તેણે પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

સ્યુસાઈડ નોટમાં ખુલાસો

પોલીસને તપાસ દરમિયાન મૃતક યુવક પાસે એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં દેવરાજ અને ભરત નામના બે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બે વ્યક્તિઓ સાથેના કોઈ આર્થિક વ્યવહારો અથવા દબાણને કારણે યુવકે આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે.

પોલીસ કાર્યવાહી

ઘટના બાદ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતકના ભાઈએ આ મામલે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે દેવરાજ અને ભરત નામના શખ્સોની ભૂમિકા અંગે તપાસ તેજ કરી છે. પોલીસે ગુનો નોંધીને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગરના મુળી તાલુકાના કુંતલપુરના વાડી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સમાં ગુંજી બાળકની કિલકારી


  • Follow us on: