વાવ-થરાદ જિલ્લામાં કેનાલમાં ઝંપલાવવાની ઘટનાઓમાં સતત વધી રહી છે. આવામાં વાવ-થરાદમાં વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ યુવકે નર્મદાની મુખ્ય કેનાલમાં આત્મહત્યા કરવા માટે પડતું મૂક્યું હતું. હાલ તેના મૃતદેહને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


યુવકની શોધખોળ કરવાની કામગીરી શરૂ

આ યુવકે કેમ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે, તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કેનાલમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી હતી.

વાવ થરાદ હાઈવે પરના નર્મદા કેનાલના પુલ પાસે કેનાલમાં ચામુંડા નગરના આ યુવકે આત્મહત્યા કરવાના ઈરાદાથી પડતું મુક્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા છે. હાલ આ યુવકની શોધખોળ ચાલી રહી છે.


આ પણ વાંચો - Banaskanahta News : પંજાબમાં અકસ્માતમાં મહિલા પોલીસકર્મી સહિત 5 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા


  • Follow us on: