વાવ-થરાદ જિલ્લાના દિયોદરના લુદરા પાસે વહેલી સવારે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે.
ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત
લુદરા પાસે વહેલી સવારે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કર ચાલક લાખાભાઈ વિહાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.













