સંસ્કારી નગરી વડોદરામાં સાયબર માફિયાઓએ હવે સરકારી પોર્ટલનો સહારો લઈને વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. વડોદરાના એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક પ્રતિષ્ઠિત વેપારી સાથે કસ્ટમ ડ્યૂટીના નામે રૂપિયા 8 લાખની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ભેજાબાજે સરકારી સિસ્ટમમાંથી ઉઠાવી લીધા પૈસા
વડોદરા શહેરના વેપારી દીપેન શીંગડાએ એક્સપોર્ટ-ઈમ્પોર્ટના બિઝનેસ માટે કસ્ટમ વિભાગની સત્તાવાર પ્રક્રિયા હેઠળ ડ્યૂટી ભરી હતી. નિયમ મુજબ, આ ડ્યૂટીની રકમ પર મળવાપાત્ર લાભ (Refund/Duty Credit) વેપારીના ખાતામાં જમા થતો હોય છે. જોકે, એક રીઢા ભેજાબાજે કસ્ટમ વિભાગની વેબસાઇટ જેવું જ ફેક એકાઉન્ટ અથવા નકલી પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. વેપારીની જાણ બહાર આ ભેજાબાજે ડ્યૂટીના લાભની રકમ પેટે જમા થયેલા રૂપિયા 8 લાખ ચાલાકીથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.













