વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. બાપોદના રતનકુંજ ફ્લેટમાં અચાનક આગ લાગતા સમગ્ર એપાર્ટમેન્ટમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં લાગેલી આ આગને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રતનકુંજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા એક બંધ ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી.


એસીમાં શોર્ટ સર્કિટથી લાગ લાગ્યાનું અનુમાન

આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં તે ફ્લેટના અન્ય ભાગોમાં પણ પ્રસરી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ફ્લેટમાં લાગેલા એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી.

ત્રીજા માળે ફસાયેલા લોકોમાં અફરાતફરી

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફ્લેટમાં રહેલી ઘરવખરી અને કિંમતી સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે. ઉનાળાની શરૂઆત પહેલા જ એસીમાં શોર્ટ સર્કિટના બનાવો વધતા ફાયર વિભાગે નાગરિકોને ઈલેક્ટ્રિક ઉપકરણોનું નિયમિત મેન્ટેનન્સ કરાવવા અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: