વડોદરા શહેર પોલીસ દ્વારા મિલકત વિરોધી ગુનાઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત બે અલગ-અલગ વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર ઝડપાયો
વડોદરાના અકોટા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં આરોપીએ પોતાના જ રહેણાંક એપાર્ટમેન્ટમાંથી વાહનની ચોરી કરી હતી. આરોપીનું નામ તરૂણ ઉપેન્દ્રભાઈ શુક્લા છે. જેણે હીરો ડેસ્ટીની સ્કૂટરની ચોરી કરી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી તરૂણ શુક્લાની ધરપકડ કરી છે અને ચોરીનું મોપેડ કબજે કર્યું છે.













