વડોદરામાં ધૂળેટીના દિવસે દારૂના નશામાં રહેલા યુવકે હોટલમાં માથાકૂટ કરી દાદાગીરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.


નશામાં યુવકે બબાલ શરૂ કરી

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં ગ્રાહકે હોટલ માથે લીધી હતી અને હોટેલ સંચાલક સાથે ઝઘડો કરીને દાદાગીરી કરી હતી

રુપિયા માગતા કરી દાદાગીરી

આ યુવક દારુના નશામાં હોવાનું જાણવા મળે છે. હોટલમાં તેણે જમ્યા બાદ હોટલ સંચાલકે તેની પાસે જમવાના રૂપિયા માંગતા તેણે દાદાગીરી કરી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે ત્રણથી ચાર યુવક સાથે આ શખ્સ દાદાગીરી કરી રહ્યો છે.


આ પણ વાંચો----     Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, 3796 ઇમરજન્સીના કેસ નોંધાયા

  • Follow us on: