સંસ્કારી નગરી વડોદરામાં ધુળેટીની ઉજવણી વચ્ચે આફતની ઘટના બની છે. શહેરના સમા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં બે યુવકો ન્હાવા માટે પડ્યા હતા. કેનાલના પાણીનો પ્રવાહ તેજ હોવાથી બંને યુવકો તણાવા લાગ્યા હતા. જોકે, સદનસીબે એક યુવકનો આબાદ બચાવ થયો છે, જ્યારે તેનો સાથી મિત્ર પાણીમાં ગુમ થઈ ગયો છે.


ફાયર બ્રિગેડનું સર્ચ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો કેનાલ કાંઠે એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને લાપતા યુવકની શોધખોળ માટે કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તરવૈયાઓ દ્વારા પાણીના ઊંડાણમાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

તહેવારમાં બેદરકારી ભારે પડી

ધુળેટીના રંગો સાફ કરવા અથવા ગરમીથી રાહત મેળવવા યુવકો અવારનવાર કેનાલમાં ન્હાવા પડતા હોય છે, જે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. વહીવટી તંત્રની વારંવારની અપીલ છતાં કેનાલમાં ન્હાવા જવાની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં ફાયરની ટીમ યુવકને જીવિત બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી રહી છે.


આ પણ વાંચો - Vadodara : સોમા તળાવ વિસ્તારમાં દારૂના નશામાં રહેલા ગ્રાહકે કરી હોટલમાં માથાકૂટ


  • Follow us on: