વડોદરામાં પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની વાત સામે આવી છે અને કારના ડેસ્કબોર્ડ પરથી પોલીસની પ્લેટ મળી આવી છે, કારમાંથી દારૂની બોટલ મળી આવી હોવાનો આક્ષેપ સ્થાનિકોનો છે અને અકસ્માતમાં એક રિક્ષા અને એક્ટિવાચાલકને ઇજા પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી.


વડોદરા શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું

વડોદરા શહેરમાં વધી રહ્યું છે અકસ્માતોનું પ્રમાણ અને ઓએનજીસી નજીક હજીરા પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત જેમાં સ્થાનિકોના મતે પોલીસ કર્મચારીએ પીધેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, કારના ડેસ્કબોર્ડ પર પોલીસની જોવા મળેલી છે પ્લેટ અને વાહન ચાલકોના આક્ષેપ મુજબ કારમાં હાલમાં પણ બોટલમાં તેમજ ગ્લાસમાં દેખાઈ રહ્યો છે દારૂ.

કારચાલકને પોલીસ મથકે લઈ જવાયો

અકસ્માત એટલો ગંભીર હતો કે ઘર પાસે પાર્ક કરેલી કારને પણ ફેરવી દીવાલમાં પાડી કાણું પાડી દીધું છે, અન્ય એક રીક્ષા તેમજ એકટીવા ચાલકને પણ પહોંચાડી હતી ઇજા જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, ઘટનાને પગલે લોકોના ટોળા થયા એકત્ર અને ઘટનાની જાણ પોલીસ તથા તાત્કાલિક કારચાલક પોલીસ કર્મચારીને લઈ જવાયો પોલીસ મથકે.


આ પણ વાંચો : Ahmedabad News : વાંકી વળેલી કરોડરજ્જુને મળી સ્મિતની સીધી રેખા, ઇન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પમાં 7 બાળકને મળી નવી જિંદગી



  • Follow us on: