વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં પ્રેમ પ્રકરણને લઈને યુવક રોહિત શર્મા નામના યુવકના મોપેડને આગ લગાવવામાં આવતા ચકચાર મચી ગઇ છે.


યુવતીના સબંધીઓ વિરોધ કરતા હતા

મળેલી માહિતી પ્રમાણે વારસિયામાં રહેતા રોહિત શર્મા નામના યુવકને એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીના સબંધીઓ આ સંબંધનો વિરોધ કરતા રહ્યા હતા.

મોટો બુટલેગર છું તેવી ધમકી આપી મોપેડ સળગાવ્યું

હાલમાં બંને પક્ષે પહેલે સમાધાન કર્યું હોવા છતાં, યુવતીના ભાઈએ રોહિત શર્માનું મોપેડ સળગાવી તેને ધમકી આપી હતી. ધમકીમાં યુવતીના ભાઈએ જણાવ્યું કે "મોટો બુટલેગર છું,"

વારસીયા પોલીસ મથક ખાતે ફરિયાદ

રોહિત શર્માએ આ મામલે વારસીયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

  • Follow us on: