ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વડોદરા વિભાગ દ્વારા ડેપો તથા બસ સ્ટેશન પર સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર ધુમ્રપાન, તમાકુ, ગુટખા તથા પાન મસાલાના સેવનથી થતી ગંદકી રોકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


કુલ 30 કેસ નોંધવામાં આવ્યા

આ ઝુંબેશ અંતર્ગત જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અંગે મુસાફરો તથા જનતા વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે તથા નિયમોના પાલન માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. 1 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી દરમ્યાન વડોદરા વિભાગના વિવિધ ડેપો અને બસ સ્ટેશનો ખાતે ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન તથા તમાકુજન્ય પદાર્થોના સેવન દ્વારા ગંદકી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી.

સ્વચ્છતા જાળવવા મુસાફરોને વિનંતી

આ દરમ્યાન કુલ 30 કેસ નોંધવામાં આવ્યા છે તથા આશરે 26,000 જેટલી દંડ રકમ વસૂલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વડોદરા વિભાગ દ્વારા મુસાફરો અને નાગરિકોને જાહેર સ્થળોએ ધુમ્રપાન, તમાકુ, ગુટખા તથા પાન મસાલાનું સેવન ન કરવા તથા સ્વચ્છતા જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News: વેજલપુરના રોપડા તળાવ પાસે 7 ધાર્મિક દબાણો પર ચાલ્યું તંત્રનું બુલડોઝર


  • Follow us on: