વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત 21મી ફેબ્રુઆરીની સાંજે એક ગંભીર બાઇક અકસ્માત સર્જાયો હતો જેમાં 19 વર્ષીય આદિત્ય પરમાર નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના ચોંકાવનારા CCTV ફૂટેજ બહાર આવ્યા છે.
યુવકે પાંચ સેકન્ડમાં જ જીવ ગુમાવ્યો
ફૂટેજમાં જોવા મળે છે કે આદિત્ય પરમાર પોતાની બાઇક પર ફૂલ સ્પીડે આવી રહ્યો હતો અને તેણે બાઇક પરથી કાબૂ ગુમાવતા બાઇક પેટ્રોલ પંપની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી અને યુવકે પાંચ સેકન્ડમાં જ જીવ ગુમાવ્યો હતો













