અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે માનવતાને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. પતિના અવસાન બાદ જે વ્યક્તિના સહારે મહિલા રહેતી હતી, તે જ પ્રેમીએ શંકા અથવા તકરારમાં તેની પ્રેમિકાની નિર્મમ હત્યા કરી નાખી છે. લાકડાના ફટકા મારી મહિલાને મોતના ઘાટ ઉતારી પ્રેમી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.


પતિના મોત બાદ સહારો શોધવો ભારે પડ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક મહિલાના પતિનું અગાઉ અવસાન થયું હતું. પતિના મૃત્યુ બાદ મહિલા તેના પ્રેમી સાથે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે લીવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. જોકે, કોઈ અગમ્ય કારણોસર પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને પ્રેમિકા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

હત્યારો પ્રેમી ફરાર, પોલીસની તપાસ તેજ

હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પ્રેમી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Ankleshwar News : અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક, મંદિરે દર્શન કરવા આવેલા દંપતીને ઢોરે બાનમાં લીધા


  • Follow us on: