આર્થિક નગરી સુરતના સરથાણા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હોટલના રૂમમાં પરિણીત દંપતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


લા મરિના હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ

મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં આવેલી 'લા મરિના હોટલ'ના એક રૂમમાં આ દંપતીએ આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ હોટલ સ્ટાફ અને સ્થાનિક લોકોએ બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન કમનસીબે પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિની સ્થિતિ હજુ ગંભીર હોવાનું કહેવાય છે અને તે હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યો છે.

આત્મહત્યાનું કારણ હજુ અકબંધ

ઘટનાની માહિતી મળતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, દંપતીએ કયા કારણોસર આટલું આકરો પગલું ભર્યું તે કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. પોલીસ હોટલના સ્ટાફ અને દંપતીના પરિવારજનોની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો - Surat : વધુ એક લોકગાયિકાના આંતરજ્ઞાતીય લગ્નથી ભારે ખળભળાટ, પાટીદાર સમાજ લાલઘૂમ, સ્ટેજ બહિષ્કારની અપીલ


  • Follow us on: