- સારી લેખનકળા, કેટલીક ભાષા પર પકડ હોય તો બ્લોગિંગ કરો
- કંપની કે વેબસાઈટ માટે અથવા પોતાની વેબસાઈટ માટે બ્લોગિંગ કરીને શકાય
- બ્લોગિંગના માધ્યમથી તમે ઘરબેઠાં લાખો રૂપિયા કમાઈ શકો
હાલના સમયમાં આઈટી ટેક્નોલોજીને લીધે જીવન ઘણું ઝડપી થઈ ગયું છે. સમાચાર વાયુવેગે ફેલાય છે અને વાતો પણ. તમારે કોઈપણ માહિતી ફેલાવવી હોય તો તે પણ શક્ય છે. બસ, આ જ ટેક્નોલોજીનો લાભ બ્લોગિંગને પણ મળે છે. ડિજીટલ બ્લોગિંગ તમારા વિચારોનો ઝડપી પ્રસાર કરી શકે છે અને તમને કમાણી પણ કરાવી શકે છે.
તમે બ્લોગિંગની કરિયર બનાવીને તેને તમારા માટે કમાણીનું સાધન બનાવી શકો. દિવસે-દિવસે લોકો બ્લોગિંગ અપનાવીને આસાનીથી વ્યાપક લોકો સુધી પહોંચ ધરાવે છે. આજે અહીં આપને બ્લોગિંગ વિશે વધારે માહિતી આપીએ છીએ. બ્લોગિંગ તમે તમારી અનુકૂળતાએ અને ઘરબેઠાં કરી શકો છો.
કોણ કરી શકે
બ્લોગ એક આર્ટીકલ હોય છે, જેમાં કોઈ ટોપિક અંગેની જાણકારી કે અભિપ્રાય પ્રગટ કરી શકાય છે. જો તમે કોઈ ખાસ લેખનશૈલી ધરાવતા હોવ અને શુદ્ધ અંગ્રેજી કે હિંદી લખી શકતા હોવ તો એ તમારા માટે લાભકર્તા બની શકે. તમે ભિન્ન વેબસાઈટ માટે તમારા આર્ટીકલ લખીને આપી શકો. ઉપરાંત તમે પોતાની બ્લોગિંગ ચેનલ કે વેબસાઈટ ચાલુ કરી શકો અને પોતાના આર્ટીકલ કે બ્લોગ પબ્લિશ કરી શકો.
વેબસાઈટની મદદ લો
પોતાનો બ્લોગ શરૂ કરવા માટે તમને અનેક વેબસાઈટ મદદ કરશે. જેમ કે, વર્ડપ્રેસ કે બ્લોગસ્પોટ પ્રકારની વેબસાઈટ. આ વેબસાઈટની મદદથી તમે શરૂઆત કરી શકો. તમે પોતાના આર્ટીકલ લખીને આસાનીથી પ્રસિદ્ધ કરી શકો. જો તમને તેમાં કોઈ સમસ્યા નડે તો યુ-ટયુબ જેવા પ્લેટફોર્મ પરથી વધારે આઈડિયા લઈ શકો.
કમાણી ક્યારે થાય
તમે કોઈ કંપની, વેબસાઈટ વગેરે માટે બ્લોગ લખીને કમાણી કરી શકો. આ ઉપરાંત તમે પોતાની વેબસાઈટ પણ શરૂ કરી શકો છો. આ વેબસાઈટ મોનેટાઈઝ થયા બાદ તમને તેમાંથી પૈસા મળી શકે. આ ઉપરાંત તમારા આર્ટીકલની પહોંચ વધારે લોકો સુધી થાય તો તમે સોશિયલ મિડિયા પ્લેટફોર્મના માધ્યમથી પણ કમાણી કરી શકો છો.
બ્લોગિંગ વિશે આટલું જાણી લો
- જો તમારામાં લેખનકલા હોય તો તમે આસાનીથી બ્લોગર બની શકો.
- બ્લોગિંગના માધ્યમથી તમે ઘરબેઠાં લાખો રૂપિયા કમાઈ શકો.
- તમારા નિયમિત વાચકો વધે તો તમને સમય જતા ફાયદો પણ થઈ શકે