• મહેશ ભટ્ટના ઘરે ક્રિસમસ પાર્ટીનું કરાયું આયોજન
  • આલિયા-રણવીર, શાહીન ભટ્ટની ખાસ હાજરી
  • પૂજા ભટ્ટ સહિત અન્ય હસ્તીઓ પાર્ટીમાં ઉમટી પડી

ગત રોજ બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટે પોતાના ઘરે ક્રિસમસ પાર્ટી હૉસ્ટ કરી હતી. આ પ્રસંગે ફિલ્મી અને અન્ય હસ્તીઓ ઉમટી પડી હતી. મહેશ ભટ્ટની પાર્ટીમાં દીકરી આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ સ્ટાઈલિસ્ટ અંદાજમાં નજરે પડયાં હતાં. આલિયાએ વન શોલ્ડર ડ્રેસ પહેરીને આવી હતી જેથી તે ખૂબ ગ્લેમરસ લાગી રહી હતી. આલિયાએ આ દરમ્યાન સાંતા કેપ વાળી હૅરબેન્ડ પણ લગાવી હતી. ઓછું હોય તેને વાળનો અંબોડો બનાવ્યો હતો. આલિયાની સાથે જમાઈ રણવીર કપૂર પણ સ્ટાઈલિશ અવતારમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત મહેશ ભટ્ટની મોટી દીકરી પૂજા ભટ્ટ પણ મહેશ ભટ્ટ સાથે દેખાઈ હતી. બાપ-પુત્રી બ્લેક કલરના કપડાંમાં જોવા મળ્યાં હતાં.

આલિયા ભટ્ટ મિનિમલ મૅકઅપમાં ઘણી સુંદર લાગી રહી હતી. પાર્ટીમાં હાજર ફોટોગ્રાફર્સે આલિયા ભટ્ટના ઘણા ફોટોઝ ક્લિક કર્યા હતા. રણવીર કપૂર વ્હાઈટ કલરના શર્ટની સાથે બેઝ કલારની પેંટમાં જોવા મળ્યો હતો. તો વળી આલિયાની બહેન શાહીન ભટ્ટ પણ સ્ટાઈલિશ લૂકમાં સ્પોટ થઈ હતી. શાહીને ફુલ સ્લીવ્સના બ્લેક આઉટફીટ પહેર્યા હતા. ક્રિસમસ પાર્ટીમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મના મેકર અને આલિયા અને રણવીરના બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખરજી પણ સ્પોટ થયા હતા.

  • Follow us on: