- 24 સપ્ટેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.
- પરિણીતી ચોપડા પતિ સાથે રોમાંટિક થઈ
- રાઘવ-પરિણીતીના ત્રણ મહિના પહેલા લગ્ન થઈ ચૂક્યા છે
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝના સુંદર કપલ પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા પોતાની મેરિડ લાઈફને એન્જોય કરવામાં વ્યસ્ત છે. હાલ બંને એકબીજાની સાથે ટાઈમ પસાર કરી રહ્યા છે. પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ત્રણ મહિના પહેલા થઈ ચૂકયા છે. પરિણીતી અને રાઘવના ઉદયપુરમાં 24 સપ્ટેમ્બરે લીલા પેલેસમાં ધુમધામથી લગ્ન સંપન્ન થયા હતા. લગ્નના ફોટોઝ અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના રોમાંટિક ફોટાની ફેંસ સતત પ્રતીક્ષામાં રહેતા હોય છે.













