સુપસ્ટાર આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર રિલીઝ થવા જઈ રહી છે. જેના માટે તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ તેની હિટ ફિલ્મ તારે જમીન પરની ફિલ્મની રિમેક છે. હવે આ ફિલ્મથી સંબંધિત એક સમાચાર આવ્યા છે જે ખુદ આમિર ખાને મીડિયા સાથે શેર કર્યા છે.
આમિર ખાને શું કહ્યું?
શુક્રવારે મુબંઈમાં આમિરે મીડિયા સાથે વાતચીત કરી હતી અને તે દરમિયાન તેને પોતાની ફિલ્મ સંબંધિત એક વાત શેર કરી હતી. એકટરે કહ્યું કે તે ફિલ્મમાં તેની માતા ઝીનત ખાન પણ એક્ટિગ કરવાની છે અને બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ કરવાની છે. તેમજ તે પહેલી વખત પોતાની બહેન નિખત ખાન સાથે સ્ક્રિન શેર કરવાની છે.
મારી માતા સામેથી શૂટિંગ જોવા આવી- આમિર
આમિરે કહ્યું કે તેની માતા આ ફિલ્મમાં અચાનકથી જોડાયી હતી. આવો કોઈ પ્લાન નહોતો કે તે પોતાની માતાને ફિલ્મમાં કાસ્ટ કરે. પરંતુ ડાયરેક્ટરના કહેવા પર આ થઈ શક્યું. તેણે પોતાની માતા વિશે વાત કરતી વખતે કહ્યું કે, મારી માતા મારા ફિલ્મના શૂટ પર આવતી નથી, એક દિવસ અમે ફિલ્મનું શૂટિંગ કરતા હતા અને મારી માતાનો ફોન આવ્યો અને પૂછયું કે શું કરે છે અને કહ્યું મને આજે શૂટિંગ પર આવું છે. આ વાત જાણીને મને ખૂબ જ નવાઈ લાગી.
ત્યારબાદ મેં કહ્યું કે, હા આવી જાઓ. મે એમના માટે કાર મોકલી અને પછી તેઓ આવ્યા સેટ પર. અમે તે સમયે હેપ્પી વેડિંગ સોંગનું શૂટિંગ કરી રહ્યા હતા જેમા અમને મજા આવી રહી હતી. એટલામાં જ ડાયરેક્ટર મારી પાસે આવીને કહ્યું કે તમને ખોટું ના લાગે તો તમે તમારી માતાને ફિલ્મના સોંગને કરવા માટે કહી શકો છો. આ ફિલ્મનું છેલ્લું સોંગ છે તે અમારી મહેમાન બની શકે છે. આ મારા માટે ખૂબ જ ઈમોશનલ વાત હતી અને હું તેમને આ ફિલ્મનો હિસ્સો બનાવા માગતો હતો.
ફિલ્મના ગીતમાં આમિરની માતાનું ગેસ્ટ અપીયરન્સ
આમિરે આગળ કહ્યું કે, ડાયરેકટરની વાત સાંભળીને હું થોડો ડરી ગયો હતો. કારણ કે મને લાગ્યું હતું કે મારી માતા આ રોલને નકારી દેશે અને પછી મેં ડાયરેક્ટરને કહ્યું કે શું તમે પાગલ થઈ ગયા છો મારિ હિમ્મત નથી કે હું મારી માતાને કહું કે તે રોલ કરે. પરંતુ ડાયરેકટરે મને આગ્રહ કર્યો અને મેં વાત કરી. જ્યારે મેં મારી માતાને કહ્યું કે આવી રીતે તમારે ફિલ્મમાં એક સોટ આપવાનો છે તો તેમને હા પાડી દીધી. અને આટલી સરળતાથી તેમને હા પાડી એટલે હું થોડો ચોંકી ગયો હતો.













