ટેલિવિઝન એકટ્રેસ દીપિકા કક્કર જે ઘર ઘરમાં તેના એક્ટિંગના કારણે જાણીતી છે. દીપિકાની ફેમસ સિરિયલ સસુરાલ સિમર કા સિરિયલથી તે ફેમસ થઈ હતી. જો કે તે થોડા સમયથી સિરિયલમાં જોવા નથી મળી રહી તો પણ ફેન્સ સાથે તે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. હાલમાં જ એકટ્રેસે જણાવ્યું હતું કે તેને લિવરમાં ટેનિસ બોલના કદ જેટલી ગાંઠ થઈ છે. અને ચેક અપ કરાવ્યા બાદ ખબર પડી કે તે સ્ટેજ 2નું કેન્સર છે.
એક્ટ્રેસે અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે ઈન્સટાગ્રામના માધ્યમથી ફેન્સને જાણકારી આપી હતી. તેમજ તે દરમિયાન એકટ્રેસે ખુલાસો કર્યો હતો કે તેને સ્ટેજ 2નું કેન્સર છે. આ સમાચાર મળતા ફેન્સે તેમને હિમમ્ત આપી તેના માટે પ્રાથના કરી રહ્યા હતા. જો કે હવે એક્ટ્રેસે ટ્યૂમરની સર્જરી થઈ ગઈ હતી. શોએબ હાલમાં જ દિપીકાની હેલ્થ અપડેટ આપી છે.
ICUથી બહાર આવી ગઈ દીપિકા કક્કર
હાલમાં જ શોએબે યૂટ્યૂબ પર એક વિડીયો શેર કર્યા છે જેમાં એકટ્રેસી હેલ્થ અંગે જાણકારી આપી છે. તેણે કહ્યું કે દીપિકાની હેલ્થ હવે સારી થઈ રહી છે. અને હવે તેને ICUમાં થી નાર્મલ રૂમમાં શિફ્ટ કરી દીધી છે. દીપિકાની સર્જરી વિશે વાત કરી શોએબે જણાવ્યું કે તેની 14 કલાક સુધી ચાલી હતી. શોએબે કહ્યું કે તેને વધારે સમય લાગ્યો હતો જેનાથી હું ખૂબ પેનિક પણ થઈ ગયો હતો.
પેનિક થઈ ગયો શોએબ
શોએબે કહ્યું કે, દીપિકા જ્યારે ICUમાં ગઈ ત્યારે તેની સર્જરી માટે ઘણો સમય લાગ્યો હતો. હું અને મારો પરિવાર ખૂબ પેનિક થઈ ગયા હતા કારણ કે, અત્યાર સુધી મેં આટલી લાંબી સર્જરી નથી જોઈ. હવે તેની હેલ્થમાં સુધારો થઈ રહ્યો છે. તેમજ તેને જણાવ્યું કે દીપિકાએ હવે હરવા-ફરવાનું શરૂ કરૂ દીધું છે. હવે તે નોર્મલ ડાયટ પર છે. એકટ્રેસની સર્જરી 3 દિવસ પહેલા થઈ હતી.