સિંઘમ અગેન પછી દીપિકા પાદુકોણ હવે ફરી ફિલ્મોમાં પરત ફરવા તૈયાર છે. માતા બન્યા બાદ એકટ્રેસે પોતાની બાળકી દુઆ માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. જો કે હવે લાંબા સમય બાદ એકટ્રેસ ફરી મોટી સ્ક્રિન પર આવવા માટે તૈયાર છે. દીપિકા પહેલા સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટમાંથી નીકળી ગઈ અને વિવાદોમાં આવી ગઈ. હવે સમાચાર એવા આવી રહ્યા છે કે એકટ્રેસ કલ્કિ 2 માંથી પણ નીકળી ગઈ છે.


દીપિકા પાદુકોણ પાસે ઘણી સારી સારી ફિલ્મો છે જેમાંની એક છે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટ. પરંતુ આ ફિલ્મમાં એકટ્રેસે 8 કલાક કામ કરવાની ડિમાન્ડ મૂકી હતી, જેમાં બંનેની વાત બની નહી સંદીપ રેડ્ડીએ આ ડિમાન્ડને નકારી દીધી. એટલા માટે દીપિકા ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ. હવે સોશિયલ મીડિયામાં એવી ખબરો આવી રહી છે કે કલ્કિ 2ના મેકર્સ હવે તેને ફિલ્મમાંથી બહાર કાઢવાનું વિચારી રહ્યા છે.

દીપિકાનો કલ્કિ 2 ફિલ્મમાં છે મહત્વનો રોલ

મીડિયા રિપોર્ટ મુજબ આ માહિતીને ખોટી કહી રહ્યા છે. કલ્કિ 2ના મેકર્સ આવું કઈ પણ વિચારી નથી રહ્યા અને દીપિકાનો ફિલ્મમાં મહત્વનો રોલ છે. કલ્કિ 2ની સ્ટોરીમાં દીપિકાનો રોલ ખૂબ જ જરૂરી છે તેમજ જો તેને કાઢી દેવામાં આવશે તો ફિલમમાં કઈ રહેશે જ નહી એટલા માટે આ ખબર ખોટી છે.

2026માં શરૂ થશે શૂટિંગ

કલ્કિ ફિલ્મ 2024માં રિલીઝ થઈ હતી જેમા દીપિકા પાદુકોણનો મહત્વનો રોલ હતો. નાગ અશ્વિનના ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મ ફેન્સને ખૂબ પસંદ આવી હતી અને આ ફિલ્મે સારી કમાણી કરી હતી. કલ્કિ 2ની વાત કરીએ તો આ ફિલ્મનું શૂંટિગ 2026માં શરૂ થવાનું છે. તે સિવાય દીપિકા શાહરૂખ ખાનની ફિલ્મ કિંગમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની દિકરી સુહાન ખાન બોલીવુડમાં ડેબ્યૂ કરશે.


  • Follow us on: