• 'આશિકી-3' ફિલ્મને લઈ પ્રોડ્યુસરે રદિયો આપ્યો
  • તૃપ્તિ ડિમરી 'એનિમલ' ફિલ્મમાં બોલ્ડ સીન આપી ચર્ચામાં આવી
  • સંગીત અને સ્ક્રીપ્ટ વગર 'આશિકી-3'ની આગળ વાત નહીં: પ્રોડ્યુસર


બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ'માં શાનદાર પ્રદર્શ કર્યું છે. રણવીર કપૂરની સાથે તૃપ્તિની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી છે. પરિણામે તૃપ્તિ હાલ નેશનલ ક્રશ બની ગઈ છે. ગત રોજ અભિનેત્રીના ફેંસ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે તૃપ્તિને આશિકી-3માં કાર્તિક આર્યનની અપોઝિટ દર્શાવાશે. જો કે, હવે આની પર ફિલ્મ મેકર મુકેશ ભટ્ટે મૌન તોડયું છે. ડાયરેકટરનું મોટું નિવેદન તૃપ્તિના ફેંસને ઝટકો આપી શકે છે.


ફિલ્મ મેકર મુકેશ ભટ્ટે આશિકી-3માં કાર્તિકની સાથે તૃપ્તિની કાસ્ટિંગની ખબર ગત રોજ સામે આવી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રાણે તૃપ્તિના કાસ્ટિંગને લઈ સવાલ પૂછાયો તો તેમને તીખી પ્રતિક્રિયા આપી હતી. મુકેશ ભટ્ટે કહ્યું કે આ બધું બકવાશ છે. જ્યાં સુધી સ્ક્રિપ્ટ અને સંગીત તૈયાર નહિ થાય, અમે કોઈને પણ કાસ્ટિંગ નહીં કરીએ, પરંતુ જ્યારે કોઈ લોકપ્રિય ફ્રેચાઈઝી વટાવવા માગે તો આ સ્વિકારી ન શકાય. મુકેશ ભટ્ટે તૃપ્તિ ડિમરીને નહિ મળ્યાનો પણ દાવો કર્યો હતો. ફરી એકવાર મુકેશ ભટ્ટે એવું સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તેઓને આશિકી-3ના સંગીતથી સંતોષ નહિ મળે ત્યાં સુધી તેઓ ફિલ્મ શરૂ નહીં કરે. પ્રોડ્યુસરે જણાવ્યું કે, એકમાત્ર નામ જેને ફાઈનલ કર્યું છે તે કાર્તિક આર્યન છે. કાર્તિક અને સંગીત આશિકી-3ના સ્ટાર્સ છે. બાકી બધુ સંગીત સેટ થયા બાદ નક્કી થશે.

રણવીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં તૃપ્તિ ડિમરીના બોલ્ડ સીને ખૂબ ચર્ચા જગાવી હતી. ફિલ્મના ઐતિહાસિક સફળતા પછી તૃપ્તિ સતત ખબરોમાં ચમકતી જ રહી છે. આમ છતાં મુકેશ ભટ્ટના નિવેદને એ સ્પષ્ટ કર્યું છે કે, અભિનેત્રી આશિકી-3માં હિસ્સો નથી. તેમજ ફિલ્મમાં કઈ અભિનેત્રી લીડ રોલમાં હશે એ જાણવા માટે લાંબી પ્રતીક્ષા કરવી પડશે.
 
  • Follow us on: