દેશના તમામ થિયેટરમાં પહેલી ડિસેમ્બરે રજૂ થયેલી રણવીર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મે સમગ્ર દુનિયાભરમાં 900 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી છે. તેની સાથે રજૂ થયેલી અન્ય ફિલ્મોનું નામોનિશાન નથી. પરંતુ તે હજી થિયેટરમાં હાઉસફુલ ચાલી રહી છે. એનિમલ ફિલ્મના તમામ કેરેકટર્સને ખૂબ પસંદ કર્યા છે. પરંતુ રશ્મિકા મંદાનાની ભૂમિકા માટે ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પરિણીતી ચોપડાને સાઈન કરી હતી. પરંતુ બાદમાં તેને પરિણીતીના બપલે રશ્મિકાને લઈ લીધી હતી. કારણ કે તેને લાગ્યા કે પરિણીતી તેના મનમાં આવેલી ભૂમિકા માટે યોગ્ય નથી. તાજેતરમાં ડાયરેકટરે આ અંગે ખુલાસો કર્યો હતો.

Popular Actress : 3 લગ્ન કરવા છતાં પણ પ્રેમ માટે તરસતી રહી આ હસીના, પછી ડ્રગ્સના ઓવરડોઝથી થયું કરુણ મોત!












